રાણાવાવ તાલુકાના ખીરસરા ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં પરપ્રાંતિય સગર્ભા મહિલાને સફળ ડીલીવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. ખીરસરા ગામે રહેલા પરપ્રાંતીય સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ માં જાણ કરેલ. ત્યારે મહિયારી ૧૦૮ ટિમ સ્થળ પર પોહચી પ્રસુતાને વધુ પ્રસૂતિની પીડા ઉપાડતા ૧૦૮ ના ઈ.એમ.ટી. જાદવ નિકુંજ અને પાઇલોટ જલ્પેશ ભુવાએ સ્થળ પર જ ઇ.આર.સી.પી. ડો. જે ડી પટેલના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો