અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પહેલા ઇસમોએ જાહેરમાં પથ્થર અને છરી વડે મારામારી કરી હતી.. ઓવરટેક જેવી સામાન્ય બાબતે મારામારી થઈ હતી.. ઘટનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.. પોલીસે ઘટના સ્થળે લઈ જઈ આરોપીઓ પાસેથી માફી મંગાવી હતી.. ત્યારે સમગ્ર મામલે ગુરુવારે 4.45 કલાકની આસપાસ વેજપુર પોલીસ સ્ટેશનના PI આર.એમ. ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે