એસ.ઓ.જીના સ્ટાફ ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને પકડી પાડવા આપેલ સુચનને આધારે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામના સેંગપુર તરફના તળાવની પાળ ઉપર એક ઇસમ દેશી બનાવટની પીસ્ટલ લઈને ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા ઇસમને પકડી તેની પાસેથી 10 હજારની કિંમતની દેશી બનાવટની પીસ્ટલ કબ્જે કરી હતી.અને અંકલેશ્વરના મીરા નગર દુર્ગા માતાજીના મંદિર પાસે રહેતા એક ઈસમને ઝડપ્યો હતો.