કૃષિ રાહત પેકેજ અંતર્ગત બાકી રહેલા ગામો માળિલા, સોનારીયા, શંભુપરા અને પ્રતાપરા ના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી. બેઠક દરમિયાન ખેડૂતોની સમસ્યાઓ અને રજૂઆતો વિગતે સાંભળી. આ મુદ્દાઓને મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સમક્ષ પહોંચાડીને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું.