દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આજે બુધવાર ના દિવસે પાલખી યાત્રા નું આયોજન કરાયું હતું. રામજી મંદિર દ્વાર દર વર્ષે ગણેશ ઉત્સવ માં આવતી અગિયારસ એટલે કે જળ ઝીલણી એકાદશી એ આ પાલખી યાત્રા નીકળે છે. ભગવાન શ્રી કૃષ્ણ ને પાલખી માં બેસાડી નગર ચર્યા કરાય છે. બારડોલી નગર ના અનેક હિન્દૂ વિસ્તારો માં પાલખી ફરે છે. અને એક પાલખી નહીં પરંતુ 17 જેટલી પાલખી ઓ ફરે છે. અને આયોજન કરાય છે. અને એમાં આવતું દાન અનેક સેવાકીય કાર્યો માં ઉપયોગ થતો આવ્યો છે.