જિલ્લા પોલીસ વડા પ્રસાદ સંવેદના કડક સૂચનાથી એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં આવેલા ઈકબાલગઢ પાસે ઝાંઝરવા હાઈવે પર હોન્ડા સીટી ગાડીને ઉભી રખાવી તપાસ કરતા ગાડીમાંથી ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૫,૫૨,૪૪૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે