૭ વર્ષ થી વધુ સમય થયેલ રસ્તાઓને રિસરફેસ કરવાની સરકાર ની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કપડવંજ તાલુકામાં રૂ.૫૯.૦૦ લાખના ખર્ચે મંજૂર થયેલ ૧.૫ કિમી લંબાઈના કૈલાસકંપા એ. રોડ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું. હા પ્રસંગે જયેશભાઇ પટેલ,નિલેશભાઈ પટેલ, ધૂળસિંહ સોલંકી, મહામંત્રી સુનિલ પંચાલ, સરપંચશ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા.