ભારત સરકારની કપાસ ખરીદી યોજના હેઠળ સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી કપાસની ખરીદી થતી હોય છે પરંતુ વર્તમાન સમયમાં ખરીદી કેન્દ્રોમાં પારદર્શકતાના અભાવ અને ભ્રષ્ટાચાર જેવી ગંભીર ફરિયાદો ઉઠી હોવાના કોંગ્રેસના આગેવાન અને વાલિયાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ આક્ષેપ કર્યા છે.