અમરેલી ડિવિઝનમાં વીજચોરી રોકવા માટે PGVCLએ વિશાળ અભિયાન શરૂ કર્યું છે. ધારી, બગસરા, વડીયા અને કંકાવાવ તાલુકામાં 45 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાઈ શકે અને કડક પગલાં લઈ શકાય.