ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ચોમાસામાં નુકસાન થયેલા રસ્તાઓને તાત્કાલીક ધોરણે મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગ દ્વારા તાલાલા તાલુકાના રમરેચી, ચિત્રાવડ, હરિપુર, ભાલછેલ રોડ પર ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.