ભરૂચ એલસીબીના પી.એસ.આઈ. ડી.એ.તુવર સહિત સ્ટાફ હાંસોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના હજાત ગામનો કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવા દ્વારા મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી હાંસોટના દિગસ ગામની સીમમાં ઓ.એન.જી.સી.ના બંધ વાલ્વ પાસે ખુલ્લી જગ્યા એ વિદેશી દારૂનું કટિંગ કરી રહેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 7440 નંગ બોટલ મળી આવી હતી.