હાલોલ નગર વિસ્તારની સોસાયટીઓમા છેલ્લા ઘણા સમય થી રોડ રસ્તાઓ ખખડધજ હાલતમા ફેરવાઈ ગયા છે ત્યારે હાલોલ પાવાગઢ રોડ પર આવેલ ગાયતી મંદિર સામે ચિકની તલાવડી વિસ્તારમા છેલ્લા ચાર વર્ષથી ખોદેલા ખાડાના બરાબર પુરાણ નહી કરી અને અધૂરું છોડી જતા આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે વહેલી તકે તેની મરામત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે