આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ શહેરના કાળીપાટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કાર ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફે આ બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.