નડિયાદના મંજીપુરા માં સીએનડીસી વિભાગની ટીમ પર રખડતા ઢોર પકડવા દરમિયાન હુમલો થયો છે સોમવારે બપોરે સીએનડીસી વિભાગની ટીમ ચંદ્રલોક સોસાયટી પાસે એક ગાય પકડતી હતી તે દરમિયાન નંકાભાઈ અને સબુરભાઈ ભરવાડ બાઇક લઈને આવી પહોંચ્યા હતા અને કર્મચારી પર બાઈક ચડાવી દીધું હતું. એટલું જ નહીં પણ ફરીથી જો સોસાયટીમાં ગાય પકડવા આવશે તો જીવતા નહીં છોડે તેવી ધમકી આપવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.