શહેરા તાલુકાના પાનમ ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો હતો.પાનમ ડેમની જળસપાટી ૧૨૭.૧૫ મીટરે પહોંચતા તંત્ર દ્વારા રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમનો એક ગેટ ૧ ફૂટ સુધી ખોલીને ૧૪૦૪ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું,જ્યારે તેની સામે ૩૩૩૭ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી.પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામોને સાવચેત રહેવાની તંત્ર દ્વારા સૂચના અપાઈ હતી.