કઠલાલ તાલુકાની મોટામાં મોટી ગણાતી સિનિયર સિટીઝન ક્લબ ની રજત જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.આ સામાન્ય સભામાં 2025- 26 ના કારોબારી દ્વારા ઠરાવ કરી નક્કી કરેલ પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ ની નિમણૂક કરવામા આવી.સામાન્ય સભામાં સૌ સભ્યો હાથ ઊંચા કરી પ્રમુખની બિનહરી વરણી કરી પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શર્મા દ્વારા નવા પ્રમુખ ને સાલ ઓઢાળી તેમની જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા. જિલ્લા અને તાલુકામાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.