ઝાલાવાડ માં વ્યાજના વિશચક્ર માં ફસાઇ ને વધુ એક યુવાનને જીંદગી ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે. કોરડા ગામના જયેશ દેવજીભાઈ મકવાણાએ ચુડા પો.સ્ટે 22 ઓગસ્ટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ભાઇ પ્રેમજીભાઇ એ અમુક લોકો પાસે થી વ્યાજવા નાણા લીધા હતા જે લોકો દ્વારા વ્યાજની સતત ઉઘરાણી અને દાદાગીરીથી કંટાળી જતા મરવા મજબુર કરતા એમણે ઝેરી દવા પી જઇ જીંદગી ટુંકાવી લેતા ચુડા પોલીસ સ્ટેશને વ્યાજખોર લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે