હાલોલ પાવાગઢ રોડ પર નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી ચાલી રહી છે જેમાં તા.25 ઓગસ્ટ સોમવારના રોજ ત્રણ કામદારોની પાલખ ધરાશાઈ થતા ત્રણ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા જેમા તાત્કાલીક હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘાયલ થયેલા ત્રણ કામદારો પૈકી 2 કામદારોની હાલત વધી ગંભીર હોવાથી સારવાર માટે વડોદરા ખસેડવામા આવ્યા હતા જેને લઈ કાંટુ ગામના અગ્રણી સુરેશભાઈ પટેલે સોમવારના રોજ રાત્રે 9 કલાકે પોતાની પ્રતિક્રિયા આપી હતી