ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો ધરોઈ ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે છલકાયો છે. ડેમની કુલ જળ સપાટી ૬૨૨ ફૂટ છે, જેમાંથી હાલમાં ડેમની સપાટી ૬૧૯ ફૂટ પર પહોંચી ગઈ છે. પાણીની આવક એક લાખ સાત હજાર ક્યુસેક થઈ રહી છે, જેના પગલે ડેમમાંથી પણ એક લાખ સાત હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાના કારણે સાબરમતી