સાબરકાંઠા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા, ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના પંડાલ આયોજકો ભાગ લઈ શકશે.જિલ્લા કલેક્ટરએ ઉમેર્યુ કે, આ પ્રતિયોગિતા માટે આઠ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી કરવામાં આવશે.