રાજકોટમાં ચાલી રહેલ મિશ્ર ઋતુના કારણે ગત સપ્તાહે શરદી ઉધરસના 738, સામાન્ય તાવના 764 તેમજ ઝાડા ઉલટીના 136 કેસ સામે આવ્યા છે. તેમજ મેલેરિયા અને ચિકનગુનિયાના એક એક, ટાઈફોડના બે કેસ તેમજ ડેન્ગ્યુ અને કમળાના ચાર ચાર કેસ નોંધાયા છે. રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા થતી કામગીરી અંગે આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ આરોગ્ય અધિકારીશ્રીએ તમામ વિગતો જણાવી હતી.