ભરૂચના શેરપુરા ગામે બીનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એન.ઓ.સી. અને આજુબાજુનાં રહીશોની સંમતિ કે એન.ઓ.સી. લીધા સિવાય રહેણાંક વિસ્તારમાં મકાનને બિલકુલ લગોલગ ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને ૪૦૦ ચોરસ ફુટ જગ્યામાં 30 મીટર ઉંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ટાવરના રેડીએશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે.