આ કાર્યક્રમમાં ૧૨ જેટલા પ્રશ્નો સમાવવામાં આવ્યા હતા. આ તમામ ૧૨ પ્રશ્નો જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ સાંભળ્યા હતા અને અરજદારોને સંતોષ થાય તે રીતે તમામ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો છે. ભાલેજ ગામના અરજદાર શ્રી સુરેશભાઈ પાઉલભાઈ ચૌહાણ તેમનો પાણી કાઢવા બાબત ના પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવતા જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.