લીંબડી સિધ્ધનાથ સોસા.માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. સંજય રમેશભાઇ બાવળિયા એ લીંબડી પોલીસ મા ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે સામાજિક કામે દરોદ ગામે જતા સિધ્ધનાથ સોસાયટી માં જે ભાડાના મકાનમાં રહે છે એ મકાન ના તાડા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ એમ કુલ મળી 1. 51 લાખનો સામાન ઉઠાંતરી કરી લઇ ગયા ની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.