નડિયાદના પીજ રોડ પર આવેલી લક્ષ્મી સ્નેક્સ કંપનીના 900 થી વધુ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા છે છેલ્લા બે દિવસથી આ કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે ત્યારે કર્મચારીઓની આ લડતમાં હવે ભારતીય મજદૂર સંઘ પણ જોડાયું છે અને ખેડા જિલ્લા લેબર ઓફિસ ખાતે પહોંચી કર્મચારીઓની ન્યાય માટે તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે જ્યારે કંપની માલિકો દ્વારા તેમની રજૂઆત સાંભળવાના બદલે હડતાલ દબાવવા માટે પાણી,પાર્કિંગ અને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.