ભરૂચ એલસીબીના ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના બંબાખાના સર્કલ નજીક આવેલ ભંગારની દુકાને ચાર-પાંચ ઈસમો ત્રણ થેલીઓમાં કઈક વજનદાર વસ્તુ ભરી ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી કોપર કેબલ સાથે પાંચ ઇસમોને પકડી તેઓ પાસે જરૂરી પુરાવા માંગતા તેઓએ આજથી ત્રણ ચાર દિવસ પહેલા રાતે જયેશ,મેહુલ અને રાકેશ ભેગા મળી અમલેશ્વર ગામની સીમમાં કોઠીયા ગામ જવાના રોડ પર ચોરી કરી હતી.