પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા શનિવારે હાલોલ શહેરમા આવેલા હનુમાનજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી તમામ મંદિરો જય શ્રી રામ ના નારાથી ગુંજી ઉઠ્યા હતા. હાલોલમાં આવેલા તમામ હનુમાનજીના મંદિરો રામભક્ત હનુમાનજીને વિવિધ શુંગાર કરી દર્શન કરવામાં આવ્યો હતો કંજરી રોડ ઉપર બિરાજમાન શ્રી ભીડભંજન દાદાનો ભવ્ય શણગાર કરવામા આવ્યો હતો જ્યારે મંદિર ખાતે સાંજે 7 કલાકે મહાઆરતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામા હનુમાન દાદાના ભક્તો ઉમટ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો