મોરવા હડફ પોલીસને અંગત બાતમી દાર પાસેથી બાતમી મળી હતી કે ખુદરા ગામે નાયક ફળિયામાં બાવળના ઝાડ નીચે કેટલાક ઇસમો જુગાર રમે છે જેથી પોલીસે તે જગ્યાએ છાપો મારી પાંચ ઇસમો સાથે રૂ.1215 મુદામાલ ઝડપી તેઓની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેની માહિતી આજે સોમવારે બપોરે 3 કલાકે પ્રાપ્ત થઈ હતી