સુરેન્દ્રનગર ની આન બાન અને શાન એવા ટાગોર બાગ ની દુર્દશાને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે આ મામલે જાગૃત નાગરિક અને આપના આગેવાન કમલેશ કોટેચા,પવનદેવસિંહ રાણા સહિતના દ્વારા ટાગોર બાગની દુર્દશા અંગે સ્થાહનિકોને સાથે રાખી વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ બાગના નવિનીકરણ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ પણ કર્યા હતા.