સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ વોશર મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાર બાદ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા રવિવારે બપોરે જોગેન્દ્ર મુન્નીલાલ પ્રજાપતિ, અને પ્રિતિસિંગ નાગેંદ્રસિંગ રાજપુત નું મોત નિપજ્યું હતું તેમાં મોડી રાત્રે 30 વર્ષીય સુષ્મા ગણેશ મિશ્રા, નું મોત નીપજતા મૃત્યુ આંક 6 ઉપર પહોચ્યો છે.