યુવક મંડળના કાર્યકર સોહન માછીએ જણાવ્યું કે તેમના એક મિત્રનું ચાઈનીઝ દોરીથી મૃત્યુ થયું હતું. આ ઘટનાએ તેમને પ્રેરણા આપી કે લોકોને ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે જાગૃત કરવા જોઈએ. આ દોરી માનવી, પશુ અને પક્ષીઓ માટે કેટલી જોખમી છે તે દર્શાવવામાં આવ્યું છે.