આજરોજ વાલિયા તાલુકાના ઝોકલા ગામ પાસે બપોરના અજગર દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા હતા.આ અંગેની જાણ જીવદયા પ્રેમી પપ્પુભાઈ વસાવા અને સિવિલ ડિફેન્સના તાલીમાર્થી સંકેત પંચાલ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.અને 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.