અમરેલી જિલ્લાના પંચાયત સદસ્ય વિપુલ દુધાતે દ્વારા સાંસદ સમક્ષ રજૂઆત કરી છે કે દિવાળી અને બેસતું વર્ષ દરમિયાન અમદાવાદ–સુરત ખાતે કામધંધે વસવાટ કરતાં હજારો લોકો પોતાના વતનમાં આવતા હોય છે. આ સમયે ખાનગી ટ્રાવેલ્સમાં ભાડા આસમાને પહોંચતા હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી કરવી મુશ્કેલ બની રહે છે.