મહિસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુનાનો નાસ્તો ફરતો આરોપી અજયભાઈ એ અમદાવાદથી વિરણીયા ચોકડી ખાતે આવનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફ્લોર શાખા દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે આરોપી આવતા તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.