ગણેશોત્સવ દરમિયાન 71 વર્ષથી મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત બારડોલી સાર્વજનિક મહિલા મંડળના સહયોગથી મહિલાઓમાં થતા ગર્ભાશયના કેન્સરથી દર છ મિનિટ એક બહેન મૃત્યુ પામે છે અને દિવસ દરમ્યાન 200 બહેનો મોતને ભેટે છે આવા જીવલેણ રોગથી બચવા માટેનું માર્ગદર્શન બારડોલીના સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ લક્ષ્મીબેન ગાંધીએ આપ્યું હતું , આનાથી બચવા માટે મહિલા મંડળ દ્વારા નવ વર્ષથી 25 વર્ષ સુધીની મહિલાઓને કેન્સરથી બચવાની રસી મફત મુકવાની પહેલ કરી