ઉપરવાસમાં ભારે વરસાદ અને કડાણા, પાનમ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લામાંથી પસાર થતી મહી અને સાબરમતી નદીઓમાં જળસ્તર વધવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.