રાજકોટના તંત્રી વિરુદ્ધ આર એન્ડ બીના ઇન્ચાર્જ અધિકારી પાસે દર મહિને રૂપિયા 50,000નો હપ્તો માંગવામાં આવતા આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ ના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટના ઇવનિંગ પોસ્ટના તંત્રી રાજેશ હીંગોળાની અટકાયત કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાએ આપેલ નિવેદનમાં તમામ વિગતો જણાવી હતી.