રાજુલા તાલુકામાં ધારેશ્વર–ધાતરવડી ડેમથી નગરપાલિકા સુધી પાણીની પાઇપલાઇન નાખવાનું કામ વિવાદમાં આવ્યું છે. GUDC વિભાગે આપેલા કોન્ટ્રાક્ટ હેઠળ કંપની દ્વારા કામ ધીમી ગતિએ ચાલતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા તોડાયા છતાં સેફ્ટી સાધનોનો અભાવ હોવાથી રાત્રે બાઈક ચાલકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. નાના-મોટા અકસ્માતો વધી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરના માથાભારે વર્તન અંગે સ્થાનિકોએ આજે 12 કલાકે ફરિયાદ ઉઠાવી છે.