ભાવનગર શહેરના વોરા બજાર વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. વોરા બજાર એમજી રોડ પર આવેલી એક દુકાનની બહાર ઓટલા પર અજાણ્યા વૃદ્ધનો મૃત્ય પડ્યો હોવાની સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસ દ્વારા ઓળખ સહીતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.