ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરાયાની ઘટના બની હતી. જે બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર નવાપરા વિસ્તારમાં યુવાન પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર બનાવો અંગે પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.