સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ગુરુવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ડાઇવર્ટ કરીને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી. આ ઘટનાને કારણે ફ્લાઇટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા, જોકે પાઇલટની ત્વરિત અને સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના થતાં અટકી હતી.