દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામમાં બે દિવસમાં 11થી 12 ઈંચ વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ઊભા પાકને મોટું નુકસાન થયું. ખેડૂતોની માગણીને ધ્યાને લઈ, ખેતીવાડી વિભાગના કૌશિકભાઈ સુતરીયા અને ગ્રામસેવક વિપુલભાઈએ ખેતરોનું નિરીક્ષણ કર્યું. પંચનામા સાથે સર્વે હાથ ધરાયો. બજાણા તાલુકા પંચાયતના સભ્ય વિપુલભાઈ મેરાણીએ જણાવ્યું કે, સરકારી વળતરમાં કોઈ ખેડૂત વંચિત ન રહે તે માટે સર્વે કરાયો. ખેડૂતોએ અનરાધાર વરસાદથી પાકમાં પાણી ફરી જવાથી થયેલા નુકસાનની વિગતો આપી