પોરબંદર જિલ્લામાં અનેક ખાનગી કંપની દ્વારા પવનચક્કી લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર ખંભાળિયા હાઇવે પર એક મહાકાય ટ્રક પવનચક્કીની પાંખો લઈને પસાર થતો હતો તે દરમ્યાન આ હાઇવે પર અડવાણા નજીક પવનચક્કીની પાંખો ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો હતો.આ ઘટનાને લઈને રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો.અકસ્માતને પગલે રોડ બંધ થતાં વાહનચાલકો કલકોથી હાઇવે પર ફસાયા હતા.