છેલ્લા પાંચ દિવસથી ભૂરી તલાવડી વિસ્તારમાં વરસાદી પાની ભરાતા ગતરોજ મૃત થયેલ વ્યક્તિની આજે અંતિમયાત્રા ઘુટણ સમા પાણીમાં યોજાઈ હતી વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા મૃતદેહનો મલાજો જળવાયો ન હતો જેના કારણે સ્મશાન યાત્રા દરમિયાન સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોને અનેક હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો