ચુડાના અચારડા ગામના મોમાઈ ધામ ખાતે સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ નું આખો શ્રાવણ મહિનો સમસ્ત ગામ તથા અલગોતર પરિવાર દ્વારા પૂજન તેમજ અભિષેક તેમજ નિત્ય હોમનું આયોજન કરાયું હતું.શ્રાવણ માસની અમાસનું અનેરું મહત્વ રહેલું હોય છે.આ દિવસે લોકો તીર્થક્ષેત્રમાં સ્નાન તથા પિતૃતર્પણ કરતા હોય છે.અચારડા ગામનાં અલગોતર પરિવાર તેમજ તથા ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં વાંસળ નદીનાં કિનારે પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન શાસ્ત્રી કાના દાદા જોષીએ પ્રતિક્રિયા આપી હતી.