બુધવારે બપોરે બે વાગ્યે 1,25,622 ક્યુસેક આવકની સામે 1,25,622 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીના બે કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન રહેવા અને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તાપી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેની અસર બારડોલી તાલુકાના હરીપુરા ગામ નજીક આવેલા કોઝવે પર જોવા મળી.