સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે અંતરિયાળ વિસ્તાર એવા પોશીનાના લાંબડીયા વિસ્તારમાં પણ ગત રાત્રિના ના અંદાજીત 10 વાગ્યા ની આસપાસ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે લાંબડીયા વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ પંથકના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.