અક્ષય શિંદે ઉપર સુરત શહેર અને જિલ્લામાં 2019 થી આજ દિન સુધી કુલ 10 ગુન્હાઓ નોંધાયેલા છે. 2019 કડોદરામાં ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૬૪, ૨૦૧, ૧૨૦ (બી) મુજબ ખૂનનો ગુન્હો, 2020 પલસાણામાં ઇ.પી.કો. કલમ ૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબનો ગુન્હો, આ ઉપરાંત સુરત શહેરમાં ચોરી, લુંટફાટ, ચપ્પુથી હુમલો, ઘાકઘમકીઓ આપવી અને દારૂના ગુન્હાઓ નોંધાયા છે ત્યાર બાદ માર્ચ 2025 પલસાણા પોલીસ મથકે જોળવા ખાતે ખૂનના ગુન્હામાં નાસતો ફરતો હતો.