વિજાપુર જંત્રાલ ઇન્દિરાઆવાસમાં રહેતા નિલમબેનના સસરા કાન્તિ ભાઈ ચમાર રોહિત વાસના મોતીભાઈસોલંકીએ રસ્તા ઉપર બાંકડા મૂકી રસ્તો બંધ કરતા તે બાબતે સોમવારે બપોરે કહેવા જતાં મોતી ભાઈ સોલંકી સહિત પાંચ જણાએ ભેગા મળી લાકડી વડે પગે ઇજા કરતા ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતાં.જ્યાં સારવાર બાદ નિલમબેન ચમારે પોલીસ મથકે કાન્તિભાઈ અને અન્ય ચાર સહિત પાંચ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ ગુરુવારે અગીયાર કલાકે પાંચ જણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.