ભાવનગર શહેરના ગઢેચી વડલા ખાતે ઓવરબ્રિજની અધૂરી કામગીરીને લઈને લોકો પરેશાન થયા છે. ઓવરબ્રિજનો સર્કલ તરફનો ભાગ શરૂ નહીં કરાતા વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેને લઇને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે આ અંગે લોકોએ ઝડપથી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી.